મોરબીના કલાકારે માટીમાંથી કષ્ટભંજન દેવની અદભૂત મૂર્તિ બનાવી

- text


મોરબી : આજ રોજ હનુમાન જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીના એક કલાકારે માટીમાંથી કષ્ટભંજન દેવની અદભૂત મૂર્તિ બનાવીને હનુમાનજીના જન્મોત્સવને યાદગાર બનાવ્યો છે.

મોરબીના સ્કલ્પ્ચર આર્ટિસ્ટ પ્રજાપતિ કમલેશભાઈ નગવાડીયાએ કષ્ટભંજન દેવની માટીમાંથી સરસ મજાની મૂર્તિ બનાવી છે. કમલેશભાઈ મૂર્તિકામ અને વોલ આર્ટ (સ્કલ્પ્ચર) તરીકેનો વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે હનુમાન જન્મોત્સવ અવસરે તેઓના કષ્ટભંજન દેવની મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે માટીમાંથી 4 ફૂટની કષ્ટભંજન દેવની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ બનાવતા તેઓને 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો. તેમણે આ મૂર્તિમાં ઓરિજનલ ડાયમંડ અને અલગ-અલગ કલર કરીને આબેહૂબ સાળંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવની આબેહૂબ પ્રતિમા બનાવી છે.

- text

- text