સુલતાને રેતીના ઢગલામાં છુપાવેલ દેશી દારૂ પકડી પાડતી LCB 

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે માળીયા-કંડલા હાઇવે ઉપર આવેલી વિશાલા હોટલ પાછળ રહેતા સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ મિયાણાના ખેતરમાં રેતીના ઢગલામાં 21 બાચકામાં છુપાવવામાં આવેલ દેશી દારૂ 950 લીટર કિંમત રૂપિયા 19000નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી સુલતાન ઉર્ફે ટપુસ હાજર નહીં મળી આવતા એલસીબી પોલીસ ટીમે માળીયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text