થાય… નો થાય… મોરબીમાં પંજાબ-રાજસ્થાન વચ્ચેની મેચમાં સટ્ટો રમતા બે ઝડપાયા 

- text


જનકનગર સોસાયટી નજીકથી એ ડિવિઝન પોલીસે મુકેશ અને ભાર્ગવને ઓનલાઇન ગુરુ એપ્લિકેશન ઉપર જુગાર રમતા અને રમાડતા ઝડપી લીધા : રાજકોટના શખ્સનું નામ ખુલ્યું 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટી નજીકથી ઓનલાઇન ગુરુ એપ્લિકેશન ઉપર પંજાબ-રાજસ્થાન વચ્ચે રમાતી ટવેન્ટી -ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઈ બે આઈફોન સહિત ત્રણ મોબાઈલ ફોન અને રોકડ મળી પોલીસે રૂપિયા 45 હજાર 300ના મુદામાલ સાથે મુકેશ અને ભાર્ગવને ઝડપી લઈ જુગાર આઈડી આપનાર રાજકોટના શખ્સને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર સોસાયટી નજીક બે ઈસમો જાહેરમાં પંજાબ-રાજસ્થાન વચ્ચે રમાતી ટવેન્ટી -ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળતા સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી આરોપી ભાર્ગવ જયેશભાઇ મકવાણા અને મુકેશ ઠાકરશીભાઈ પટેલ નામના શખ્સોને મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગુરુ એપ્લિકેશન ઉપર પંજાબ-રાજસ્થાન વચ્ચે રમાતી ટવેન્ટી -ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા ઝડપી લઈ બે એપલ આઈફોન કિંમત રૂપિયા 35,000, એક વન પ્લસ મોબાઈલ કિંમત રૂપિયા 9,000 તેમજ રોકડા રૂપિયા 1300 મળી કુલ 45,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ભાર્ગવ જયેશભાઇ મકવાણા અને મુકેશ ઠાકરશીભાઈ પટેલને ઝડપી લઈ પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે રહેતા જયદીપ રાચ્છ નામના શખ્સ પાસેથી ઓનલાઇન ગુરુ એપ્લિકેશન આઈડી ખરીદ કરી હોવાનું કબુલતા પોલીસે જયદીપ રાચ્છને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text