વાંકાનેરના ઘીયાવડમાં વન સંરક્ષણ અન્વયે શાળામાં સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રા. શાળા ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતી શાળા છે. ત્યારે સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ કાર્યાલય- વાંકાનેર દ્રારા વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસની યોજના કાર્યક્રમ અંતર્ગત શાળામાં વન્યપ્રાણી અને વન સંરક્ષણ અન્વયે ચર્ચા સભા અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓને લન્ચબોક્સ અને વોટરબેગની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી. એન. દઢાણીયા, ઈન્ચાર્જ વનપાલ-મહીકા એ. કે. માલકીયા, વનરક્ષક- સિંધાવદર કે. વી. રોજસરાએ જહેમત ઉઠાવી હતી. તેમ શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું.

- text

- text