મોરબી જિલ્લામા ટ્રાફિક બ્રિગ્રેડ માટે ભરતી પ્રક્રિયા યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય એમાં જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડ ટૂંકી પડતી હોવાથી મોરબી જિલ્લા ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં પુરુષની 31 અને મહિલાની 18 ખાલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરનાર છે.

- text

મોરબી જિલ્લાની ટ્રાફિક બ્રિગ્રેડની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા બહાર પડવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ટીઆરબી સભ્યોની પોલીસ સ્ટેશનોમાં ખાલી જગ્યાઓ પ્રમાણે નિયુક્તિ કરાશે. મોરબી શહેરમાં મંજુર થયેલી પુરુષની 65 જગ્યામાં 34 ભરેલી અને -31 ખાલી, મહિલાની 33 જગ્યામાંથી 20 ભરેલી અને -13 ખાલી, હળવદમાં પુરુષની 7 મજૂર થયેલી જગ્યામાં સાતેય ભરેલી, મહિલાની 3માંથી 1 ભરેલી, 2 ખાલી, વાંકાનેરમાં પુરુષની 11 મંજુર થયેલી જગ્યામાં એક વધુ થઈને 12 ભરેલી જ્યારે મહિલામાં ચારમાંથી -3 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા થશે.મોરબી શહેરમાં ખાલી પડેલી ટ્રાફિક બ્રિગ્રેડની 31 પુરુષ સભ્યો અને 13 મહિલા સભ્યો તેમજ હળવદમાં 2 મહિલા સભ્યો અને વાંકાનેરમાં 3 મહિલા સભ્ય મળી કુલ 31 પુરુષ સભ્યો અને 18 મહિલા ટીઆરબી સભ્યોની ભરતી કરાશે. આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ, ધો.9 પાસ અને પુરુષની ઉંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ તેંમજ મહિલાની ઉંચાઈ પાંચ ફૂટ અને ઉમેદવાર નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવાં જરૂર હોય આ તમામ લાયકાત સાથેની વિગતો જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપવા જણાવાયું છે.

- text