કોરોના કૂણો પડયો, 15 નવા કેસ : 23 દર્દી સાજા થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં શેરબજારની તેજીની જેમ કોરોના પોઝિટિવ કેસનો રાફડો ફાટયા બાદ હવે કોરોના કૂણો પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે જિલ્લામા નવા 15 કેસ સામે આવ્યા છે, સામે પક્ષે 23 દર્દીઓ સાજા નરવા થયા છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ આજે 4 એપ્રિલના રોજ મોરબી જિલ્લાના કોરોના અંગેના 759 શંકાસ્પદ કેસના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 15 પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા જેમાં મોરબી ગ્રામ્યમાં 4 શહેરમાં 2, વાંકાનેર ગ્રામ્યમા 2 શહેરમાં 3 અને ટંકારા અને માળીયામા બબ્બે કેસ સામે આવ્યા હતા.

- text

આજના દિવસે મોરબી જિલ્લાના 23 દર્દીઓ સાજા નરવા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને જિલ્લાના એક્ટિવ કેસની સંખ્યા 150 થવા પામી હોવાનું આરોગ્ય વિભાગે સતાવાર રીતે જાહેર કર્યું છે.

- text