મોરબીમાં ખાવાનું માંગનાર યુવાનને છરી ઝીંકીને આંતરડા બહાર કાઢનાર શખ્સ પકડાયો

- text


એલસીબીએ છરીના ઘા મારીને નાસી છૂટેલા શખ્સને મોરબીથી દબોચ્યો

મોરબી : ઉત્તરપ્રદેશથી રોજી રોટી મેળવવા મોરબી આવેલા યુવાને રેલવે સ્ટેશન નજીક ઈંડાની લારીએ ખાવાનું માંગતા મહિલાએ છણકો કરી ને ના પાડતા યુવાને આવું વર્તન નહિ કરવાનું ક્હેતા ઈંડાની લારીએ હાજર એક અજાણ્યા શખ્સે આ યુવાનને છરીનો ઘા ઝીકી દીધો હતો. બાદમાં નાસી છૂટેલા આ શખ્સને શોધી કાઢી એલસીબીએ અટકાયત કરી લીધી છે.

- text

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ આરોપીને પકડવા એલ.સી.બી. મોરબીના પો.સ.ઇ. કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો, ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કામે લાગ્યા હતા. તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ગુનાને અંજામ આપનાર રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી રહે.હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં વાળો છે જે હાલે જામનગર સાત રસ્તા વિસ્તાર બાજુ જતો રહેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે તાત્કાલીક એક ટીમ જામનગર ખાતે મોકલી તપાસ કરતા જામનગર સાત રસ્તા ખાતેથી આરોપી રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી ઉ.વ. ૩૦ રહે. મુળ. ગુંદાળા તા. શિહોર જિ. ભાવનગર હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડાવાળો મળી આવતા તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને ગુનાની કબૂલાત આપતા મજકુરને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.

આ કામગીરીમાં ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

- text