ટંકારામાં યુદ્ધના ધોરણે કામ કરી ઓવરબ્રિજની લાઈટો ચાલુ કરાઈ

- text


 

રામનવમી પૂર્વે બ્રીજને રોશનીથી ઝળહળતો કરી દેવા આગેવાનોએ કમર કસી

ટંકારા : આજે ટંકારા શહેરમા અડધી રાત્રે સોનાનો સૂરજ ઊગ્યો હોય તેમ રાજકોટ મોરબી રોડ પર ટંકારા ઓવરબ્રિજ ઉપર નાખવામાં આવેલ લાઈટનુ આજે રાત્રે 11 વાગ્યે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

ધણા સમયથી અંધારપટ રહેલ બ્રિજ અડધી રાત્રે આગેવાનોએ અથાગ મહેનત કરી લાઈટ ચાલુ કરવામાં આવી છે જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ દ્વારા સતત બપોર બાદ યુધ્ધના ધોરણે લાઈટ કનેક્શન અને જોડાણ કરાવી રામ જન્મોત્સવ પુર્વે રોશની કરી ઓવરબ્રિજ ઝળહળી ઊઠ્યો હતો અને ટંકારા શહેરને સોસાયટી વિસ્તારમાં પણ લાઈટના પ્રકાશથી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

આ તકે ભાજપ સંગઠન પ્રમુખ કિરીટ અંદરપા, માજી સરપંચ કાનાભાઈ, ભાવિનભાઈ સેજપાલ, રશિકભાઈ દુબરીયા, નિલેશ પટણી, ભરત ભુભરીયા, ભાટિયા પરીવાર, ધવલ ગાંધી, સુકેતુ રાવલ (ભોપલીભાઈ) મિતેષ મહેતા, હસુભાઈ દુબરીયા, રૂડાભાઈ ઝાપડા સહિતના અનેક નગરવાસી હાજર રહ્યા હતા.

- text

- text