મોરબીમાં મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજમાં સિદ્ધિ મેળવનાર NCC કેડેટ્સનું કરાયું સન્માન

- text


મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજમાં આવેલ NCC એકમના સંચાલક કેપ્ટન ડો. શર્મા દ્વારા તેમના સિનિયર કેડેટ્સનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંડર ઓફિસર ચિરાગ કરોત્રા, ઇન્ડિયન મિલ્ટ્રી એકેડેમી દેહરાદૂનમાં રાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ મેળવી સર્ટિફિકેટ મેળવેલ, તેમજ રાષ્ટ્રીય કક્ષાના થલ સૈનિક કેમ્પમાં સુવર્ણ પદક મેળવેલ હતું.તેવી રીતે હાર્દિક ભટ્ટી તેમજ બતાલા અમિત ને પણ રાષ્ટ્રિય કક્ષાના ચંદ્રક મેળવેલ તે બદલ તેમને બિરદાવવામા આવેલ હતા.

સર્વ પ્રથમ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મનારહ મંત્રી તેમજ ટ્રસ્ટી રજનીભાઇ તેમજ દેવાંગભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ તે પછી વિવિધ જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરમાં મોખરે આવેલ કેડેટને ચંદ્રક તેમજ સર્ટિ આપવામાં આવેલ અને અંતે વિદાઈ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ફિડબેક તેમજ શોર્ય ગીત, સ્પીચ, અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

- text

તમામ કાર્યક્રમ દરમ્યાન પ્રિન્સિપાલ માંડવીયા, દંગીભાઈ તથા ગરમોરાભાઈ તેમજ તમામ સ્ટાફ વર્ગે કેડેટ્સને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા .સંપૂર્ણ કાર્યક્રમનું સુશોભન, તેમજ સંચાલન તમામ કેડેટ દ્વારા સુયોગ્ય રીતે કરવામાં આવેલ હતું. તેમ NCCનાં કેપ્ટન ડો. શર્માની યાદી જણાવે છે.

- text