મોરબીની કુબર ટોકીઝ નજીક એક સાથે સાત વાહનો ધડાધડ અથડાયા 

- text


ત્રણ બાઈક, બે કાર, બે ડમ્પર સહિત સાત વાહનો એકબીજા પાછળ અથડાતા બે ઇજાગ્રસ્ત, ટ્રાફિક જામ 

મોરબી : મોરબીના સામાકાંઠે કુબર ટોકીઝ પાસે વિચિત્ર અકસ્માત થયો હતો.જેમાં એક સાથે સાત-સાત વાહનો ધડાધડ અથડાયા હતા. આ અકસ્માતમાં ત્રણ બાઈક, બે કાર,બે ડમ્પર એમ સાત વાહનો એકબીજા પાછળ અથડાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ થયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ કુબેર ચોકડી નજીક નિર્મલ જ્યોતિ પેટ્રોલપંપ પાસે આજે સવારના સમયે ત્રણ બાઈક, બે કાર, બે ડમ્પર વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો.આ સાતેય વાહનો એકબીજા પાછળ અથડાતા ભારે ટ્રાફિકજામ થયો હતો અને રોડની બન્ને બાજુએ વાહનોની કતારો લાગી હતી.આ અકસ્માતમાં મુકેશભાઈ રૈયાભાઈ સહિત બે લોકોને ઇજા થઇ હતી.આ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યારે આ અકસ્માતમાં ડમ્પર સહિતના વાહનો ફસાયા હોય ક્રેઇનની મદદથી દૂર કરવાની તજવીજ હાથ ધરી છે અને પોલીસે ટ્રાફિક કિલિયર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text