મોરબીમાં હિન્દૂ યુવા વાહિની દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ

- text


મોરબી :મોરબીમાં હિન્દૂ યુવા વાહિની દ્વારા હિન્દૂ ધર્મના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડાની આતિશબાજી કરીને નવ વર્ષના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું.

મોરબીમાં ગઈકાલે રાત્રે ૧૨:૦૦ વાગ્યે હિન્દૂ ધર્મના નવા વર્ષની ઉજવણી હિન્દૂ યુવા વાહિની દ્વારા દરબારગઢ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી. જેમાં ફટાકડા ફોડીને જય શ્રી રામના નારા સાથે તમામ ભાઈઓને રામ રામ કરીને ઉજવવામાં આવી હતી હિંદુ યુવા વાહિની મોરબી દ્વારા નવા વર્ષની ધામ ધૂમથી ઉજવણી કરી નવા વર્ષ ૨૦૮૦ને આવકારી કરીને ઉમળકાભેર વધાવ્યું હતું.

- text

- text