શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબીની માધાપરવાડી શાળાનું 100 ટકા પરિણામ

- text


મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળા સ્કૂલ ઓફ એક્સિલન્સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્યારે શાળાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ પરીક્ષામાં (NMMS) 100% વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

શિષ્યવૃતિ પરીક્ષામાં પરમાર હારા નિતીનભાઈએ 128, ચાવડા ડિમ્પલ રાજેશભાઈએ 101, હડિયલ રાધિકા રમેશભાઈ 98, ડાભી પૂજા શાંતિલાલ 93, પરમાર મીરા દિનેશભાઈ 90, ચાવડા રસ્મિતા હસમુખભાઈ 88, કંઝારિયા નેહલ ભાવેશભાઈ 88, ડાભી ધ્રુવિતા મહેશભાઈ 84, પરમાર તેજલ હરિભાઈ 81, હડિયલ નિરાલી મહાદેવભાઈ 80, પરમાર સગુણા શાંતિલાલ 79, પરમાર ઊર્મિલા બેચરભાઈ 78, કંઝારિયા પૂજા સંજયભાઈ 76 ગુણ મેળવ્યા હતા.

- text

- text