રાજસ્થાનથી માટી ભરી મોરબી આવી રહેલ બે ડમ્પર ઝડપાયા

- text


મોરબી ખાણખનિજની ટીમ દ્વારા ચરાડવા નજીકથી બે ડમ્પર સહિત રૂ.50લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

હળવદ : હળવદ તાલુકાના ચારડવા ગામ નજીકથી મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા માટી ભરેલા બે ડમ્પરોને ઝડપી લઇ હળવદ પોલીસને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજે બપોરના મોરબી ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશભાઇ, ગોપાલભાઈ સહિતનાઓ દ્વારા રાજસ્થાનથી માટી ભરી મોરબી તરફ આવી રહેલ ડમ્પર નંબર જીજે -1-ડીઝેડ 8631 અને જીજે 9 એયું 9976ને ચરાડવા નજીક અટકાવી તપાસ કરાતા તેમાં રાજસ્થાનથી માટી ભરી મોરબી ખાલી કરવાની હોવાનું સામે આવ્યું હતું. જોકે આ બંને ડમ્પરની જે પરમિટ હતી તેનાથી આઠથી દસ ટન વધુ માટી ભરેલી હોય જેથી ખાણ ખનીજની ટીમ દ્વારા રૂપિયા 50 લાખનો મુદ્દામાલ સીઝ કરી હળવદ પોલીસ મથકે બન્ને ડમ્પર સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text