મોરબીમાં રાક્ષસી વ્યાજ ! 50 હજારના સાડા સાત લાખ વસૂલવા સ્પા સંચાલકને ધમકી

- text


સ્પામાં મસાજ કરવવા આવતા ગ્રાહક પાસેથી વ્યાજે પૈસા લેવા ભારે પડયા, વ્યાજખોરે ચેક પણ લખાવી લીધા

મોરબી : મોરબીના સ્પા સંચાલકને પોતાને ત્યાં મસાજ કરાવવા આવતા ગ્રાહક પાસેથી વ્યાજે નાણા લેવા ભારે થઈ પડતા રૂપિયા 50 હજારના બે લાખ વસુલયા બાદ પણ 7.50 લાખ વસૂલવા ધમકી આપનાર વ્યાજખોર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાક્ષસી વ્યાજખોરીના આ બનાવ અંગે પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ આગાઉ વેલકમ સ્પા ચલાવતા અને હાલમા જીઆઇડીસી નજીક ક્રિસ્ટલ સ્પા મા નોકરી કરતા કયવન્ના શાંતિલાલ શાહ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ નામના યુવાને રફાળેશ્વરના નરેશભાઈ ગોહિલ વિરુદ્ધ વ્યાજખોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ કયવન્ના શાંતિલાલ શાહને ધંધામાં નાણાંની જરૂર પડતા પોતાના સ્પા મા મસાજ કરાવવા આવતા નરેશભાઈ ગોહિલ સાથે મિત્રતા થતા દરરોજના રૂપિયા 500 વ્યાજ આપવાની શરતે રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. જે બાદમાં વ્યાજ સાથે 2 લાખ ચૂકવી દેવા છતાં નરેશભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હવે 7.50 લાખ આપવા પડશે કહી નોટરી લખાણ કરાવી લઈ કોરા ચેક પડાવી લેતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત નાણાં ધીરધાર સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text