રોગથી બચવાનો ઉત્તમ ઉપાય વેક્સિનેશન ! આજે નેશનલ વેક્સિનેશન ડે 

- text


મોરબી : ભારત સરકાર દર વર્ષે 16 માર્ચને નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવે છે. 2022 ની થીમ હતી vaccine works for all એટલે કે જેમ નાના બાળકોને વેક્સિનની જરૂર હોય છે તેમ મોટી ઉંમરના વ્યક્તિને પણ ઇન્ફેક્શનથી બચવા માટે વેક્સિનની જરૂર પડે છે. આજે Adult Vaccination વિશે સ્ટર્લીંગ હોસ્પિટલના સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર નેશનલ બોર્ડ સર્ટિફાઇડ તાવ અને ગંભીર ઇન્ફેક્શનના નિષ્ણાંત ડોક્ટર કૃતાર્થ કાંજિયાએ મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

ડોક્ટર કૃતાર્થ કાંજિયા કહે છે કે બાળકોની જેમ જ મોટી ઉંમરના વ્યક્તિને વેક્સિન આપવી જરૂરી છે, ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે તેમજ જેમને ડાયાબિટીસ, લીવર, કીડની, ફેફસા વગેરે બીમારી હોય તેવા દર્દીને ઇન્ફેક્શન લાગવાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત કેન્સરના દર્દી તેમજ એચઆઈવી ના દર્દી કે જેમની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે તેમને વેક્સિન આપવાથી ગંભીર ઇન્ફેક્શન સામે બચાવી શકાય છે.

મોટી ઉંમરના લોકોને કઈ કઈ વેક્સિન્સ આપવામાં આવે છે?

1) ઇન્ફ્લુએંઝા એટલે કે ફ્લૂ(FLU)ની રસી અત્યારે તાવ શરદી અને ઉધરસ ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને h3n2 વાયરસ ના વધારે કેસીસ આવી રહ્યા છે ત્યારે flu ની વેક્સિન આવા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. આ વેક્સિન દર વર્ષે એકવાર લેવાની હોય છે.

2) ન્યુમોનિયા (pneumonia) ની રસી

જે લોકોને ડાયાબિટીસ લીવર કિડની ફેફસા અને કેન્સરની તકલીફ હોય અથવા ઉંમર 65 થી વધારે હોય તેવા લોકોને આ આપવામાં આવે છે અને તેનાથી ગંભીર ન્યુમોનિયા સામે બચી શકાય છે.

3) HPV વેક્સિન

આ વેક્સિન હ્યુમન પેપીલોમાં વાયરસ કે જે સર્વાઇકલ કેન્સર કરે છે તેની સામે રક્ષણ આપે છે 9 વર્ષથી લઈને 45 વર્ષ સુધીમાં ડોક્ટરની સલાહ પ્રમાણે આ વેક્સિન આપી શકાય છે નાની ઉંમરે વેક્સિન લેવી વધારે ફાયદા કારક છે.

4) Varicella વેક્સિન

આ વેક્સિન અછબડા સામે રક્ષણ આપે છે જેમને નાનપણમાં અછબડા ન થયા હોય તેમને મોટી ઉંમરમાં અછબડા થી થતા ડાઘા અને અને ન્યુમોનિયા થવાનું જોખમ વધારે હોય છે તેથી આવા દર્દીએ આ રસી લેવી જોઈએ આ ઉપરાંત પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા પણ આ વેક્સિન લેવી હિતાવહ છે.

- text

5)ધનુર (Tetanus) ની વેક્સિન

આ ધનુર જેવી જાનલેવા બીમારી સામે રક્ષણ આપે છે તેથી દરેક પુખ્ત વ્યક્તિએ દર 10 વર્ષે આ વેક્સિન લેવી જોઈએ જેથી ધનુર જેવી ગંભીર બીમારી સામે બચી શકાય

6) ઝેરી કમળો (hepatitis B) અને ટાઈફોઈડ ની રસી

આ રસી ઝેરી કમળા અને ટાઈફોઈડ સામે રક્ષણ આપે છે ખાસ કરીને હેલ્થ કેર વર્કર અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા લોકોએ આ રસી લેવી જોઈએ

7) zoster vaccine

હર્પીસની રસી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે છે જેનાથી હર્પીસ અને હર્પીસ પછી થતા નસ ના દુખાવાથી બચી શકાય છે

8) Post BMT વેક્સિન

જે લોકોએ બોનમેરો ટ્રાન્સલેટ કરાવેલ હોય તેમની રોગપ્રતિકારક શક્તિ જન્મેલા બાળક જેવી હોય છે આથી તેમને નાના બાળકની જેમ બધી વેક્સિન આપવામાં આવે છે

9) Post Splenectomy Vaccine

જે લોકોએ spleen એટલે કે બરોળ કઢાવેલી હોય અથવા તો એક્સિડન્ટમાં ઇન્જરી થઈ હોય તેમને તાવ અને ગંભીર ચેપનું જોખમ વધી જાય છે આવા લોકોને ન્યુમોનિયા, મગજનો તાવ અને HiB ની રસી આપવામાં આવે છે.

શું બાળકોની જેમ એડલ્ટ લોકોને પણ સરખી જ વેક્સિન આપવામાં આવે છે ? જવાબ છે ના , તેમને દર્દીની ઉંમર, co-morbidities એટલે કે ડાયાબિટીસ લીવર કિડની કેન્સર વગેરે બીમારીને ધ્યાનમાં રાખીને ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અલગ અલગ વેક્સિન આપે છે. વેક્સિન એ કોઈપણ ઇન્ફેક્શન સામે બચવા માટે સસ્તો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે તો આપણે બધા આપણી આસપાસના લોકોને આના વિશે જાગૃત કરીએ અને બાળકોની જેમ એડલ્ટ લોકોને પણ વેક્સિન લેવા માટે પ્રેરિત કરીએ.

સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનું એકમાત્ર એડલ્ટ વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે એડલ્ટ વેક્સિનેશનની વધુ માહિતી માટે આપ 9724797961 નંબર પર ફોન કરી શકો છો .ડો કૃતાર્થ કાંજિયા, તાવ અને ગંભીર ઇન્ફેક્શનના નિષ્ણાંત સ્ટર્લીંગ હોસ્પિટલ, રાજકોટ

- text