અમદાવાદમાં દર્દીઓના લાભાર્થે બિલ્ડીંગ નિર્માણ માટે દાતાઓને સહયોગ આપવા અપીલ

- text


મોરબી : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા મોરબી જિલ્લાના દર્દીને ટિફિન સેવા અને રીપોર્ટ માટે સહયોગ કરતા શિક્ષિત દંપતિ દ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટ દ્વારા ખરીદાયેલી જમીનમાં સાત માળનું 90 રૂમ વાળુ બિલ્ડીંગ બનાવવા માટે દાતાઓને સહયોગની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 14 વર્ષથી નિરંતર સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનીયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય છે. આ ઉપરાંત હાલે 90 રૂમનું સાત માળનું એક ભવ્ય બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલ નજીક ઉભુ થઈ રહ્યું છે. જેની જમીન ખરીદી થઈ ગઈ છે. જેમાં પણ મોરબી સહિતના અન્ય વિસ્તારોમાંથી સિવિલમાં અભ્યાસ અર્થે આવતી દીકરીઓ માટે 20 રૂમ બનાવવાનું કાંતિલાલનું સ્વપ્ન છે. કારણ કે આ દીકરી દીકરા ભવિષ્યમાં ડોક્ટર બની સેવાની ભાવના પ્રજ્વલિત થઈ શકે તો આવા ઉમદા કાર્ય માટે કાંતિલાલ કાસુંદ્રા પરિવાર રાત દિવસ દર્દીના હમદર્દ બની સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત સગા સંબંધીને રોકાવું ફરજિયાત હોય છે અને ના છુટકે હજારો રૂપિયા ખર્ચીને હોટલોમાં રહેવાની ફરજ પડે છે. જો આ બિલ્ડિંગ તૈયાર થઈ જાય તો દર્દીના સગા વહાલાની સમસ્યા પણ હલ થઈ જાય અને ભવ્ય બિલ્ડીંગ ખાતે જ રસોડું શરૂ કરી અન્ન યજ્ઞને વેગ મળશે. આ માટે માતબર રકમની તાતી જરૂર છે. ત્યારે દાતાઓને ખુલ્લા હાથે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટનું 80 જીમાં રજિસ્ટ્રેશન થઈ ગયું છે. જેથી દાન આપશો તે રીટર્નમા બાદ મળે છે. કોઈ પણ પ્રકારની મદદ કે માહિતી માટે મો.નં. 93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text