હળવદ ગ્રામ્ય પંથકની સગીરાને પરણિત યુવાન ભગાડી ગયો

- text


ધોરણ-10ની પરીક્ષા આપનાર સગીરાને લલચાવી ફોસલાવી ઉઠાવી જતા ચકચાર

હળવદ : હળવદ ગ્રામ્ય પંથકમાં રહેતી અને ધોરણ-10ની પરીક્ષા આપવા ગયેલી સગીરાને લલચાવી ફોસલાવી પરણિત યુવાન ભગાડી જતા હળવદ પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને સુંદરગઢ ગામે રહેતો પરણિત યુવાન એવો ખોડા કાનજી ખાભડીયા ગત તા.14 માર્ચના રોજ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા ચકચાર મચી ગઈ છે, નોંધનીય છે કે, ભોગ બનનાર સગીરા ધોરણ 10ની પરીક્ષા આપીવાની હતી અને હાલમાં પરીક્ષા ચાલુ છે ત્યારે સગીરાની શૈક્ષણિક કારકિર્દી પણ બગડી છે. હાલમાં હળવદ પોલીસ દ્વારા ખોડા વિરુદ્ધ આઈપીસી 363,366, પોક્સો એક્ટની કલમ 18 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- text