હળવદ જીઆઇડીસી નજીક બોલેરો હડફેટે દંપતિ ખંડિત : મહિલાનું મોત

- text


ધાંગધ્રા તાલુકાના વરતપુર ગામે લગ્નમાંથી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

હળવદ : આજે વહેલી સવારે હળવદ હાઇ-વે પર આવેલ જીઆઇડીસી પાસે પૂરપાટ ઝડપે આવી રહે બોલેરો ગાડીએ બાઇક ચાલક દંપતીને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પુરુષને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા જયાબેન રાયસીંગભાઇ સીપરા અને તેમના પતિ રાયસીંગભાઇ સીપરા ધાંગધ્રા તાલુકાના વરતપુર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને આજે વહેલી સવારે વરતપુરથી બાઇક લઇ રાણેકપર પરત આવી રહ્યા હતા ત્યારે હળવદ હાઇ-વે પર આવેલ જીઆઇડીસી નજીક પાછળથી આવી રહેલ મહારાષ્ટ્ર પાર્સિંગની બોલેરો જીપ નંબર એમએચ 5 એઝેડ 0090ના ચાલકે બાઇકને પાછળથી અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક પાછળ સવાર જયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે રાયસીંગભાઇને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ અકસ્માત ને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- text

- text