માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે એટલે સમજી લેજો મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ આવ્યું

- text


જુના બસ સ્ટેન્ડમાં નોનવેજનો કચરો નખાતો હોવાથી મુસાફરોને ભારે હાલાકી

મોરબી : મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ ઉકરડામાં ફેરવાય ગયું છે. સામાન્ય કચરો ઉપરાંત નોનવેજ કચરો નાખવામાં આવતો હોવાથી અહીં આવતા મુસાફરોનું માથું ભમી જાય તે હદે ગંદકીની દુર્ગધ ફેલાય રહી છે. આ કચરાના ગંજને કારણે મુસાફર જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં નગરપાલિકા તંત્ર આ દુષણ દૂર કરી શકતી નથી

મોરબીના જુના બસ સ્ટેન્ડને થોડા સમય પહેલા નવા રંગ રૂપ સાથે નવું અને અદ્યતન બનાવવામાં આવ્યું હતું. આ જૂનું બસ સ્ટેન્ડ નવું બન્યા બાદ યોગ્ય જાળવણી અને સફાઈના અભાવે ફરી અગાઉ જેવું બસ સ્ટેન્ડ બની જાય તેવી કપરી સ્થિતિ ઉદભવી છે. જૂનું બસ સ્ટેન્ડને નવું તો બનાવ્યું પણ કચરાની સમસ્યા આજે પણ યથાવત છે. આ જુના બસ સ્ટેન્ડમાં પ્રવેશતાની સાથે જ કચરાના ગંજ એટલી હદે ખકડી દેવમાં આવ્યા છે કે ખરેખર આ બસ સ્ટેન્ડ છે કે ઉકરડો એ ખબર પડતી નથી.

આ કચરાનો યોગ્ય નિકાલ ન કરવાને કારણે જુના બસ સ્ટેન્ડમાં કચરાના ગંજ ખડકાયા છે. અહીંયા સામાન્ય કચરાના ઢગલાની સાથે નોનવેજન અને ખાસ તો આંછી માર્કેટમાંથી કચરો પણ નાખવામાં આવે છે. આથી ગામે ગામથી આવતા હજારો મુસાફરોને ફરજિયાત મોઢે રૂમાલ રાખીને ઉભું રહેવું પડે તેવી નોબત આવી છે. આ કચરાના ગંજને કારણે ઢોરનો પણ ત્રાસ રહે છે. ગંદકી અને ઢોરના ત્રાસને કારણે મુસાફરોને ભારે હાલાકી પડતી હોય આ ગંદકી બાબતે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.

- text

- text