માવઠું : મોરબીમાં અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા

- text


હોળીના દિવસે જ કમોસમી વરસાદ પડતાં લોકો અસંમજભરી સ્થિતિમાં મુકાયા

મોરબી : મોરબીમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવતા અચાનક જ માવઠું થયું હતું. જો કે હોળીના દિવસે જ કમોસમી વરસાદ પડતાં લોકો અસંમજભરી સ્થિતિમાં મુકાયા હતા. ઘણા વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

મોરબીમાં ફાગણ મહિને જાણે અષાઢ જામ્યો હોય તેમ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં મચ્છુ ડેમ જોધપર નદી તેમજ લાલપર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો શહેરમાં ઘણા વિસ્તારમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. જેમાં નઝરબાગ પાસે રચના સોસાયટી, માળીયા, વનાળિયા વિસ્તાર, લાલપર સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે બરફના કરા પડતા લોકો વિમાસણમાં મુકાય ગયા હતા. જો કે હાલ વરસાદ રહી ગયો છે. પણ ગોરભાયેલાં વાતાવરણ વચ્ચે ગાજવીજ ચાલુ રહી છે અને હોળીના દિવસે કમોસમી વરસાદ પડતાં ઠેરઠેર હોલિકા દહનની તૈયારી કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

- text

મોરબીમાં માવઠું : અનેક વિસ્તારોમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો..જુઓ વિડિયો…

- text