મોરબીમાં ઝરફર -ઝરફર માવઠું વરસ્યું, રસ્તા પાણી-પાણી

- text


હોળી-ધુળેટીમાં પીચકારીને બદલે છત્રી લઈને નીકળવું પડે તેવો માહોલ : અનેક જગ્યાએ કરા પડ્યા

મોરબી : મોરબીમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની સાથે પાંચ વાગ્યા બાદ ઝરફર -ઝરફર માવઠું વરસવાનું શરૂ થતા મોરબીમાં ઠેર-ઠેર થયેલા હોલિકા દહનના કાર્યક્રમોના આયોજકોને દોડધામ થઇ પડી હતી.બીજી તરફ રંગોના તહેવારમાં મેઘરાજાએ માવઠારૂપે વરસાદ વરસાવતા પીચકારીને બદલે છત્રી લઈને નીકળવું પડે તેવો માહોલ છવાયો છે.સાથે જ મોરબીમાં અનેક વિસ્તારમાં કરા પડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

- text

આજે મોરબી શહેરમાં સાંજના પાંચેક વાગ્યાના સુમારે અચાનક વાદળોના ગડગડાટ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠા રૂપે મોટા -મોટા છાંટા વરસવાના શરૂ થતા જ થોડો સમયમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. દરમિયાન આજે હોલિકા દહન હોય મોરબીના તમામ વિસ્તારમા હોલિકા દહન માટે છાણા ગોઠવાઈ ગયા હોવાથી માવઠાના વિઘ્નથી આયોજકોને દોડધામ થઇ પડી હતી અને હાથ આવ્યું તે સાધન લઈ હોલિકાને ઢાંકોઢૂમ્બો કરવામાં લોકો વ્યસ્ત બન્યા હતા. હોળી ધુળેટીના તહેવાર ઉપર જ માવઠું વરસતા લોકોને પિચકારી, હાયડા એક બાજુ મૂકી છત્રી પકડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

- text