ફાગણે ગાજવીજને કડાકા-ભડાકા, માવઠાના એંધાણથી ખેડૂતો ચિંતિત

- text


મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક આવેલો બદલાવ : અસહ્ય બફારા વચ્ચે વાદળો છવાયા

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબીના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને ફાગણ મહિને ગજવીજને કડાકા-ભડાકા સાથે અષાઢી માહોલ જોવા મળતા માવઠાની ચિંતામાં ખેડૂતોને ચિંતાતુર કરી મુક્યા હતા.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠાના માહોલ વચ્ચે આજે બપોર બાદ મોરબીના વાતાવરણમાં અચાનક જ બદલાવ આવ્યો હતો અને ગજવીજના કડાકા-ભડાકા વચ્ચે વાતાવરણ ગોરંભાયું હતું. સાથે જ વાદળોની જમાવટ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાસ કરીને હાલમાં ખેતરોમાં જીરું, વરિયાળી, ઘઉં, ચણા સહિતના રવિ પાકો તૈયાર ઉભા છે તેવા સમયે જ માવઠાના એંધાણ જોવા મળતા ખેડૂતવર્ગ ચિંતાતુર બન્યો છે.

- text

- text