અમુલ મશીનની આડમાં દારૂની હેરફેર કરવાના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

- text


હળવદ નજીક એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ વાંકાનેર સીટી પોલીસને સોંપાઈ હતી તપાસ, પંજાબ જેલમાંથી આરોપીનો કબ્જો લેવાયો

હળવદ : હળવદ હાઇ-વે ઉપરથી મોરબી એલસીબીની ટીમે મોટી માત્રામાં રાજસ્થાન પાર્સિંગના ટ્રકમાં અમૂલના મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો આ સમયે ડ્રાઇવરની અટકાયત કરી ડ્રાઇવરની સાથે અન્ય એક આરોપીને પણ ઝડપી લેવાયો હતો જોકે આ બનાવમાં વધુ એક આરોપીનું નામ ખુલતા તેને પંજાબની પટિયાલા જેલમાંથી કબજો લઈ વાંકાનેર સીટી પોલીસની તપાસનીશ ટિમ હળવદ પોલીસ મથકે લઈ આવી હતી.

- text

થોડા સમય પૂર્વે હળવદ હાઇવે ઉપરથી રાજસ્થાન પાર્સિંગ ના ટ્રકના ઠાઠામાં અમૂલના મશીન ની આડમાં 34 લાખથી વધુ ના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકને મોરબી એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો.જે અંગેની તપાસ વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવી હતી.આ દારૂ પ્રકરણમાં અગાઉ બે આરોપી ઝડપાયા બાદ વધુ એક આરોપીને વાંકાનેર સીટી પોલીસ ના પી.એસ.આઇ ડી.વિ.કાનાણી,ભૂપતસિંહ સહિતના પોલીસ જવાનો દ્વારા પંજાબના પટિયાલા જેલમાં અફીણીના ગુનામાં જેલમાં બંધ આરોપી હરીશકુમાર ભભુતારામ જાટ રહે બાડમેર(રાજસ્થાન)વાળાનો કબ્જો મેળવી હળવદ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો છે અને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ દારૂના જથ્થા પાછળ હજુ કોણ કોણ સંડોવાયેલા છે અને આટલો મોટો જથ્થો અહીં કોને આપવામાં આવનાર હતો તેમ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

- text