મોરબીમાં બેન્ક ઓફ ઇન્ડિયાના કેશિયરને નાણામંત્રી જેવો પાવર

- text


સદભાવના હોસ્પિટલ સામે આવેલ બેંકમાં નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા ગ્રાહકો હેરાન : સુવિધા મામલે સવાલ ઉઠાવનાર ખાતાધારકોને ધમકાવાયા

મોરબી : મોરબી શહેરમાં સદભાવના હોસ્પિટલ નજીક જેલ રોડ ઉપર આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓના પાપે બેન્ક બદનામ થઈ રહી છે ત્યારે આજે નેટ કનેક્ટિવિટી ખોરવાઈ જત કલાકો સુધી ગ્રાહકોની નાણાકીય લેવડ-દેવળ અટકી પડતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. જો કે સમસ્યા અંગે બેન્કના ખાતાધારકોએ અધિકારીઓને પૃચ્છા કરતા નાણામંત્રી જેવો પાવર ધરાવતા કેશિયરે બેન્કના ગ્રાહકોને ધમકાવવાનું શરૂ કરતા ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો.

ખાનગી બેંકોના આક્રમણ સામે અસ્તિત્વ ટકાવવા મથી રહેલી જાહેરક્ષેત્રોની સરકારી બેન્કોનો વહીવટ દિવસે-દિવસે કથળી રહ્યો છે ત્યારે તુમાખી ભર્યા સ્વભાવ ધરાવતા બેન્ક કર્મચારીઓના સ્વભાવના કારણે જ સરકારી બેંકોથી ગ્રાહકો વિમુખ થઇ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો આજે મોરબીમાં સામે આવ્યો હતો.મોરબીના જેલ રોડ ઉપર સદભાવના હોસ્પિટલ નજીક આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં આજે નેટ ક્નેક્ટિવિટી ખોરવાઈ જતા ગ્રાહકોની નાણાકીય લેવડ દેવળ અટકી પડતા ગ્રાહકો પરેશાન થયા હતા..

- text

બીજી તરફ બેન્કના કર્મચારીઓ દ્વારા ટેક્નિકલ સમસ્યા અંગે ગ્રાહકોને માહિતગાર કરવાને બદલે ગ્રાહકો ઉપર રોફ જમાવી મનપડે તેવા ઉડાવ જવાબ આપવાનું શરૂ કરતા એક જાગૃત ગ્રાહકે આવો વર્તાવ નહીં કરવા વિનંતી કરતા કેન્દ્ર સરકારના નાણામંત્રી કરતા પણ વધુ પાવર હોય તેવો રુઆબ દાખવી બેન્કના કેશિયરે સરકારી કર્મચારીને ન છાજે તેવું વર્તન કરતા આ મામલે બેન્કના રિજિયોનલ અધિકારીઓ સુધી ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

- text