હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે G20 અને Milets-2023 અંતર્ગત ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો

- text


હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરી દ્વારા ખેડૂતો સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને G20 અને મિલેટ્સ-2023 અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાજરી, જાર, રાગી જેવા અન્ય ધાનનું ઉત્પાદન વધે જેથી ખેડૂતો વધુ આત્માને બંધ બને તથા દેશમાં વપરાશ વધવાથી આરોગ્ય પણ સારું રહે તે હેતુથી સરકારે 2023ના વર્ષને મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. જે અંગેની માહિતી આજના આ કાર્યક્રમમાં તજજ્ઞ દ્વારા આપવામાં આવી હતી. 250 જેટલા ખેડૂતોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીઓ મોરબી, ચેરમેન અને વાઇસ ચેરમેન બજાર સમિતિ હળવદ, કૃષિ શાળાના આચાર્ય અને બજાર સમિતિના સભ્યો તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- text

- text