ક્રિકેટ મેદાનમાં રનનું રમખાણ સર્જતી મોરબીની દીકરીઓ

- text


મોરબીના નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિકરીઓની ટુર્નામેન્ટ રમાઈ : રામપર રોયલ્સ ટીમ વિજેતા બની

મોરબી : મોરબી મુરલીધર ક્રિકેટ ક્લબ દ્વારા નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગર્લ્સ ટ્રાયએન્ગલ ક્રિકેટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મધુપુર માસ્ટર્સ, રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર ટિમ વચ્ચે મેચ રમાડવામાં આવતા દિકરીઓએ રનનું રમખાણ સર્જી ક્રિકેટમેચને રસપ્રદ બનાવી હતી. આ ટુર્નામેન્ટમા રામપર રોયલ્સ ટીમ વિજેતા બની હતી.

નાગડવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગર્લ્સ ટ્રાયએન્ગલ ક્રિકેટ સિરીઝમા ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને સોખડા સ્માર્ટર વચ્ચે રમાયો હતો. દિલધડક ફાઈનલ્સ મુકાબલામાં રામપર રોયલ્સની ટીમ વિજેતા થઇ હતી. બાળકોને રામપર શાળા તરફથી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. તેમજ વિજેતા ટીમને મધુપૂર શાળા, દ્વારકેશ હોટેલ તરફથી આકર્ષક ઈનામી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ તકે સોખડા સ્કૂલ તેમજ પરંપરા હોટેલ તરફથી બાળાઓને સુંદર હેડકેપ આપવામાં આવી હતી. આ દિકરીઓને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુખાભાઈ ડાંગર, વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડાંગર, તા.શિ સંઘ મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, માળીયા મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, મોરબી જિલ્લા આરોગ્ય સંઘના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર, પ્રભાતભાઈ બોરીચા,દિનેશભાઈ કાનગડ, કિશોરભાઈ બાલાસરા, રાજેશભાઈ રાઠોડ,રાજેશભાઈ બાલાસરા,પ્રકાશભાઈ બોરીચા, પ્રફુલભાઈ ડાંગર, સુનિલભાઈ બરાસરા, દિવ્યેશભાઈ અઘારાએ ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હોવાનું સોખડા શાળાના શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડીયાએ જણાવ્યું હતું.

- text

- text