બગથળાની હરિ નકલંક વિદ્યાલયમાં વિજ્ઞાન દિવસ ઉજવાયો.

- text


વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ વિજ્ઞાન, 3D પ્રિન્ટર જેવી કૃતિઓ રજૂ કરી

મોરબી : મોરબીના બગથળા ગામની હરિ નકલંક વિદ્યાલયમાં ડો. સી. વી. રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીના સહિયારા પ્રયાસથી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના પ્રયોગો, રોકેટ વિજ્ઞાન, 3 D પ્રિન્ટર જેવા મોડેલો રજૂ કરી વિજ્ઞાન કવિઝ,વકતૃત્વ સ્પર્ધા,ફોટો પ્રદર્શન,બાંધણીની બનાવટ વિજ્ઞાનના સાધનોની ઓળખ જેવા કાર્યક્રમો યોજવામા આવ્યા.

વિદ્યાર્થીઓમા વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે અને સમાજમા તેનો પોઝીટીવ ઉપયોગ કરતા થાય તેમજ વિજ્ઞાનને સમજવામા સરળતા રહે તેવા ઉમદા આશયથી હરિ નકલંક વિદ્યાલયમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 9ના કુલ -52 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબીના કો. ઓ. દિપેનભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય અશોકભાઈ કામરિયા તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text