વિરપર નવયુગ સંકુલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલા નવયુગ સંકુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન” વિષય પર તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. વિજ્ઞાન મેળામાં 65 જેટલાં વિવિધ મોડેલ બનાવી બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ મોડેલ ચાર્ટ વર્કશોપ સેમિનારમાં સ્પર્ધકોની પસંદગીનું કોઈપણ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત આધારીત મોડેલ બનાવી તૈયારીઓ કરી હતી.. ‘આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર, તથા સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સૌને એલ.એમ.ભટ્ટ, દિપેનભાઈ ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text