ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા.1ના રોજ વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text

ઘુટુ ગામ તથા આસપાસની બધી સોસાયટી વિસ્તાર સાંજે ૪:૦૦ થી ૫:૩૦,તથા નવી પીપળી અને જુની પીપળી ગામ માં સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા પીપળી રોડ પર ની સોસાયટી વિસ્તાર સવારે ૮:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી તથા ઉમાં રેસીડેન્સી, હરિ ૐ પાર્ક સોસાયટીમાં સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ તથા તેની આસપાસનો વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text