હળવદના જુના બોરડી ગામે સોમવારે નવરંગો માંડવો

- text


મોરબી: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા જુનુ બોરડી ગામે ચામુંડા માતાજી, સિંધોઈ માતાજી તથા ઘુઘરીયાળી મેલડી માતાજીના મઢ ખાતે ફાગણ સુદ- ૮ને તા. ૨૭ના સોમવારે નવરંગા માંડવાના મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં તા. ૨૭ના સવારે ૯ કલાકે માંડવાે રોપાશે, બપોરે ૧ કલાકે માતાજીનો વરઘોડો, સાંજે ૪ કલાકે ભુવાના સામૈયા, સાંજે ૭ કલાકે માતાજીનો મહાપ્રસાદ તેમજ રાત્રે ૮:૩૦ કલાકે ડાકલાની રમઝટ જેવાં કાર્યક્રમો ઉજવાશે. આ કાર્યક્રમમાં કરના ભુવા અમરભાઈ ચંદુભાઈ સુરેલા, થાપાગુરૂ સોમાભાઈ મુમાભાઈ રાણેવાડીયા ઉપસ્થિત રહેશે. સમગ્ર ગામજનોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અમરભાઈ સુરેલા, કિર્તીભાઈ ઘનશ્યામભાઈ સુરેલાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text