પોસ્ટ ઓફિસમાં બચત વસંત મહોત્સવ અંતર્ગત આયોજિત કેમ્પને લંબાવાયો

- text


૨૮મીએ કેમ્પનું સમાપન : કેમ્પમાં ધ્રુવ સંકલ્પ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફોર્મ સ્થળ પર ભરાશે

મોરબી: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં તા. ૨૦ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન બચત વસંત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મોરબીની જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળતા હજુ બે દિવસ આ મહોત્સવને લંબાવી તા. ૨૭ અને ૨૮ સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ , પરા બજાર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બચત વસંત મહોત્સવની ઉજવણી અંતર્ગત બાળકો માટે ધ્રુવ સંકલ્પ યોજના, પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફોર્મસ સ્થળ ઉપર જ ભરી આપવામાં આવશે. આ કેમ્પનો વધુમાં વધુ લોકોને લાભ લેવા પોસ્ટ માસ્તર પરાગ વસંત, પી પીઆઈ જે. આર. રાવલે જણાવ્યું છે.

- text

- text