હળવદ પાલિકાની ચૂંટાયેલી બોડીના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

- text


હળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીનો પાંચ વર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. વર્ષ 2018માં હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં હળવદ શહેરના સાત વોર્ડના 28 સભ્યોમાં 18 ભાજપના અને 10 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા.એટલે બહુમતી ભાજપની હોવાથી પાંચ વર્ષ સુધી હળવદ પાલિકામાં ભાજપનું શાસન રહ્યું હતું.

હળવદ નગરપાલિકાની ભાજપની બોડીનો આજે કાર્યકાળ પૂર્ણ થતાં કોર્ટ મેટર હોવાથી રાજ્યની અન્ય 74 પાલિકાની ચૂંટણીમાં હળવદ પાલિકાની નવેસરથી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રહી છે.એટલે શનિ રવીની રજા બાદ સોમવારે હળવદ પાલિકામાં હવે વહીવટીદારનું શાસન આવશે. જ્યાં સુધી હળવદ પાલિકાની નવેસરથી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટીદાર હસ્તક હળવદ પાલિકાનો કાર્યભાર રહેશે. છેલ્લા અઢી વર્ષની ટર્મમાં હળવદ પાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન હળવદ શહેરમાં અંદાજીત 17 કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા હતા. તેની સાથે નલ સે જલ યોજના હેઠળ 22 કરોડની ગ્રાન્ટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા હળવદ પાલિકાને કરવામાં આવી હતી.સાથે જ આવનાર દિવસોમાં જ્યારે પણ હળવદ પાલિકાની નવેસરથી ચૂંટણી યોજાઇ ત્યારે પાલિકામાં ભાજપનો જ વિજય થશે તેવો તેમણે દાવો કર્યો હતો. ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને લોકોના હિતમાં કામો કર્યા હોવાનું ઉમેરી કોંગ્રેસના વોર્ડમાં પણ વિકાસના કામો કરી શહેરના દરેક વોર્ડમાં ભેદભાવ વગર કામો કર્યા હોવાનું જણાવી પ્રજાજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો.

- text

- text