મોરબીના ફડસર ગામે જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી : છની ધરપકડ

- text


 

રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને શખ્સ જુગાર રમાડતો, રૂ.૪૧ હજારની રોકડ કબ્જે

મોરબી : મોરબી એલસીબીએ ફડસર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી ૬ પત્તાપ્રેમીઓને રૂ.૪૧ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત તા.ફડસર તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

- text

જે હકિકત આધારે ફડસર ગામે રેઇડ કરતા કિશોરચંદ્ર હંમતલાલ નિમાવત રહે.ફડસર, કાદરમિયા એમદમિયા બુખારી રહે.આમરણ, રતિલાલભાઇ ભોજાભાઇ ગજીયા રહે.ફાટસર, ઓસમાણભાઇ હુસેનભાઇ રહે.જુડા, નારણભાઇ મોહનભાઇ કુંભારવાડીયા રહે.ફડસર અને અવચરભાઇ નથુભાઇ ધુમલીયા રહે.રાજપરવાળાને રોકડ રૂ.૪૧,૯૮૦/- સાથે પકડી પાડી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસીઆઈ કે.જે.ચૌહાણ તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.

 

- text