મોરબીની સોખડા શાળાની બાળાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કરી નેટ પ્રેક્ટિસ

- text


 

ક્રિકેટની ટીમોના નામ ભારતીય મહિલા ક્રિકેટર પરથી રખાયા

મોરબી: મોરબીની સોખડા પ્રા. શાળામાં એક દિવસીય આંતરશાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારી રૂપે પ્રેકટીસ મેચ રમાડવામાં આવી હતી.

આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો છે ત્યારે ક્રિકેટ રમત માટે તો માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના લોકો આ રમત માટે દિવાના છે. પુરુષ ક્રિકેટ ટીમે તો અવનવા વલ્ડૅ રેર્કોડ તોડ્યા છે પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ વિશ્વમાં ડંકો વગાડી રહી છે. ત્યારે શાળા કક્ષાએથી જ પ્રેક્ટિસ અને પુરતું જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે. મોરબીની સોખડા પ્રા.શાળામાં છાત્રાઓ માટે એક દિવસીય આંતરશાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારી રૂપે પ્રેકટીસ મેચ રમાઈ હતી. આ પ્રેકટીસ મેચ ત્રણ ટીમો વચ્ચે રમાઈ હતી. દરેક ટીમના નામો પણ ભારતીય મહિલા ક્રિકેટરના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે જેમકે મીથાલી રાજ ઈલેવન, હરમનપ્રીત કૌર ઈલેવન, રાધા યાદવ ઈલેવન. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય બિંદિયાબેન રત્નોતર, શિક્ષક પ્રદીપભાઇ કુવાડીયા તેમજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text