પાણીનું ટેન્કર ગોડાઉનમા ઘુસી ગયુ, મહિલાનું મોત

- text


હળવદ હાઇવે ઉપર મોડીરાત્રે બનેલા બનાવમાં અન્ય નવ જેટલા શ્રમિકોનો ચમત્કારિક બચાવા 

હળવદ : હળવદ હાઇવે ઉપર આવેલ કુમાર પરોઠા હાઉસની બાજુમાં સિમેન્ટના ગોડાઉનમાં રહી મજૂરી કામ કરતો મધ્યપ્રદેશનો આદિવાસી પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે ત્યાં પાણી ભરવા આવેલ ટેન્કર ગોડાઉનની દિવાલમા ઘુસી જતા દિવાલ અને ધાબુ પડી જતા દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય નવ જેટલા લોકોનો કુદરતી બચાવ થયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈ રાત્રીના બારેક વાગ્યાની આસપાસ હળવદ હાઇવે પર આવેલ કુમાર પરોઠા હાઉસની બાજુમાં આવેલ રાધાકૃષ્ણ સિમેન્ટના ગોડાઉનમાં રહી કડિયા કામ કરતો એમપીનો આદિવાસી પરિવાર ઊંઘી રહ્યો હતો તે વેળાએ ગોડાઉનની બાજુમાં આવેલ પાણીના બોરમાંથી પાણી ભરવા આવેલ ટેન્કર પાછળ લેતા ટેન્કર ગોડાઉનની દીવાલમાં ટકારાયું હતું જેથી ગોડાઉનની દિવાલ અને ધાબુ પડી જતા નેતાબેન જોગાભાઈ આદિવાસી ઉ.૪૮ રહે એમ.પી નું ઘટના સ્થળે દબાઈ જવાથી મોત થયું હતું.

જોકે આ ઘટનામાં પરિવારના અન્ય પણ નવ જેટલા લોકો બાજુમાં સુતા હતા પરંતુ તેઓનો કુદરતી બચાવ થયો હતો. બીજી તરફ બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મહામહેનતે કાટમાળમાંથી મહિલાને બહાર કઢાઈ હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

- text