શેઢા ઉપરથી મશીન ઉપાડ કહી અક્ષય અને રવીએ હરખાભાઈને ધોકાવ્યા

- text


હળવદ તાલુકાના ટિકર ગામની સીમમાં બનેલો બનાવ

હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામના વાડી વિસ્તારમાં વાડી વાવવા રાખનાર ખેત મજૂર હરખાભાઈને મિયાણી ગામના અક્ષય અને રવિ નામના શખ્સોએ શેઢા ઉપર રાખેલું મશીન ઉપાડી લે કહી લાકડાના ધોકા વડે બેફામ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા હરખાભાઈ હરજીભાઈ ઝીંઝુવાડિયાએ ટિકર ગામે ઉધડમાં જમીન વાવવા રાખી હોય વાડીના શેઢે મશીન મૂક્યું હતું. દરમિયાન ગત તા.18 ના રોજ મિયાણી ગામનો અક્ષય ચતુર સાતોલા અને રવિ રાધુ મકવાણા નામના શખ્સ હરખાભાઈએ વાવવા રાખેલી વાડીએ ધસી આવ્યા હતા અને શેઢા ઉપર રાખેલું મશીન હટાવી લેવાનું કહી ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું.

- text

વધુમાં આરોપી અક્ષય અને રવીએ હરખાભાઈને શરીરમાં પાછળના ભાગે લાકડા ધોકા ફટકારવાની સાથે માથામાં પણ લાકડાનો ધોકો મારી દેતા પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે હરખાભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હરખાભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી અક્ષય અને રવિ વિરુદ્ધ આઇપીસી કલમ 323, 324, 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text