હળવદની હોટેલમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બનાવના કારણ અંગે તપાસ હાથ ધરી

હળવદ : હળવદ હાઇવે પર આવેલી હોટેલ વિસામોમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને બનાવના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર હળવદ હાઇવે ઉપર આવેલ કોયબા ગામ પાસેની હોટેલ વિસામોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પીપળી ગામના ધવલભાઈ ઈશ્વરભાઈ વાણિયા (ઉ.વ.23) નામના યુવાને આજે કોઈ કારણોસર આ હોટલના રૂમના પંખે ગળેફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પીપળી ગામના ધવલભાઈ ઈશ્વરભાઈ વાણિયા નામનો યુવાન ગઈકાલે આ હોટલમાં આવી રૂમ ભાડે રાખીને રહેતો હતો દરમિયાન આજે આ હોટલના રૂમમાંથી યુવાન બહાર નહિ આવતા હોટલના મેનેજરે તે રૂમમાં જઈને તપાસ કરતા યુવાનનો પંખે ગળેફાંસો ખાઈને લટકતો મૃતદેહ જોવા મળતા મેનેજરે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text