મોરબીના રફાળેશ્વર નજીક મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે બજેટમા જોગવાઈ

- text


સીરામીક સહિતના ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ.૮૫૮૯ કરોડની બજેટમાં જોગવાઇ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2023 – 24ના બજેટમાં મોરબી સીરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વપુર્ણ ગણાતા મોરબીના રફાળેશ્વર મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હતી સાથે જ સિરામિક સહિતના ઉદ્યોગો માટે ૮૫૮૯ કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે.

આજે રજૂ થયેલા ગુજરાત રાજ્યના બજેટમાં સરકારે ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રિટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે રૂ.૪૭૦ કરોડની જોગવાઇ કરી છે.

સાથે જ ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા, લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિકસાવવા મોરબીના રફાળેશ્વર પાસે મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટ માટે અને બેડી પોર્ટ પાસે ટર્મિનલ બનાવવા રૂ.૨૩૭ કરોડની જોગવાઇ કરી છે.

રાજ્યમાં આવેલ ત્રણ સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) ધોલેરા, માંડલ- બેચરાજી અને પી.સી.પી.આઇ.આર. દહેજમાં ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકિય સુવિધાઓ ઊભી કરવા રૂ.૧૮૮ કરોડની જોગવાઇ કરાઈ છે.

- text

ઉપરાંત ગુજરાતના સકલ ઘરેલું ઉત્પાદન(GDP)માં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલેં, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફ્યુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઊભી કરવામાં આવશે.

- text