મોરબીમાં 14 સ્થળે યોજાશે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ

- text


 

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMAનું આયોજન

મોરબી: સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીના વિવિધ 14 સ્થળે 3 અને 4 માર્ચના રોજ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે.

- text

બાળકો માટે બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ 3 માર્ચના રોજ મોરબીના રવાપર ગામના ઝાંપા સામે આવેલા ઉમા હોલ ખાતે યોજાશે. જ્યારે 4 માર્ચ ને શનિવારના રોજ (1) ડો. સંજયકુમાર નિમાવત અને ડો. અમિતા નિમાવત (ગુરૂકૃપા હોસ્પિટલ, રામજી મંદિર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2) (2) ડો. હર્ષ એ. અંબાસણા (વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, 104, પાટીદાર કોમ્પલેક્ષ, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી) (3) ડો. ધર્મેશ એમ. ગામી (મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી), (4) ડો. મનોજ એમ. ભાડજા (સુશ્રુત હોસ્પિટલ, જુની ક્રિષ્ના હોસ્પિટલ, રામ ચોક, મોરબી), (5) ડો. ચેતન ભીમાણી (ડો. લહેરૂ દવાખાનું, સ્વામિનારાયણ મંદિર સામે, બાયપાસ રોડ, મોરબી) (6) સાગરભાઈ વી મહેતા (કુમાર પે. સેન્ટર શાળા, જુના દેવળીયા) (7) ભારતી વિદ્યાલય (ગિરિરાજ સોસાયટી, ઉમા ટાઉનશિપ પાસે, મોરબી) (8) ડો. એસ. જે. પટેલ (નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ), (9) ડો. રમેશ એમ. ડાભી અને ડો. મનીષા આર. ડાભી (ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી), (10) ડો. પરેશ ડી. ડાભી (રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, શિવ શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ, મોરબી), (11) શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર (પોટરી તાલુકા શાળા સામે, મોરબી-2), (12) ‘શાંતિ એકેડેમી’ પ્લે હાઉસ (વસંત પ્લોટ મેઇન રોડ, વાઘપરા પાસે, નાલા ઉપર, મોરબી), (13) ડો. તૌસિફ એ. કલાડીયા (આયુકેર ક્લિનિક, ગણેશ નગર, વાવડી રોડ, મોરબી) ખાતે 4 માર્ચ ને શનિવારના રોજ નિઃશુલ્ક સુવર્ણ પ્રાશાન કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા સાગર રવિચંદ જેસ્વાણી (ટ્રસ્ટી, હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ) અને ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી (પ્રમુખ, N.I.M.A. મોરબી) દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text