હવે પેપર ફોડવાના ગુનામાં 10 વર્ષ સુધીની સજા અને રૂ.1 કરોડ સુધીનો દંડ થશે

- text


 

ગૃહમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા પરીક્ષા વિધેયક બિલને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી

મોરબી : ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વિધાનસભા ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને પણ આ કાયદામાં આવરી લેવાયા છે. નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ કરાઈ છે.

વિધાનસભા ખાતે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-૨૦૨૩ રજૂ કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, કાયદાની મર્યાદાને ઢાલ બનાવીને યુવાનોના ભવિષ્ય સાથે હવે કોઇ રમત કરી શકશે નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સહેજ પણ સાખી લેશે નહીં. જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત ન કરે તેવો દેશભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે. નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભા ખાતે રજૂ કરાયેલ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક-૨૦૨૩ સર્વસંમતિથી પસાર થયુ હતું.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, “પેપર ફૂટતું નથી, પણ માણસ ફુટી જાય છે” આ ફુટતા માણસના મુદ્દે રાજકારણ કરવાની કોઈ ગુંજાઈશ નથી, કારણ કે આ એક અત્યંત નાજુક, સંવેદનશીલ અને પેચીદો પ્રશ્ન છે. આ સળગતી સમસ્યા કોઈ એક વ્યકિતની નથી પરંતુ રાજ્યના અને દેશના યુવાનોની સમસ્યા છે. આપણા બાળકોના ભવિષ્યનો વિષય છે. માટે જ આ સમસ્યાના ઇલાજ માટે આ વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

- text

મંત્રીએ વધુમાં કહ્યુ કે, પરીક્ષામાં ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે સામાન્ય લોકોના વિશ્વાસ મેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સરકાર આ કાયદો લાવવા માંગે છે. અન્ય કેટલાક રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે. આ કાયદાઓની જોગવાઈઓનો પણ અભ્યાસ કરીને આ વિધેયક તૈયાર કરવામાં આવ્યુ છે. આ વિધેયકમાં પરીક્ષા લેવાના અને તેનું પરિણામ જાહેર કરવાના તમામ સ્તર, તમામ તબક્કા ઉપર ચેક મૂકવામાં આવ્યા છે. પેપર કાઢવું, છાપવું, વિતરણ કરવું તમામ પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે. તેવી જ રીતે આ કાયદાના દાયરામાં તમામ પ્રકારની ગેરરીતિ પણ આવરી લેવામાં આવી છે. પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને પણ આ કાયદામાં આવરી લેવામાં આવ્યા છે. પેપર ફોડનાર ગેંગ, તેના સભ્યો, પેપર વેચનાર કે ખરીદનાર એજન્ટ કે વ્યક્તિ, ગુનામાં કે કાવતરામાં સામેલ હોય તેવા પરીક્ષાર્થી, કે પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલ કોઇપણ વ્યક્તિ-આમ આ કાયદા અને તેની જોગવાઇઓને એકદમ સચોટ, કડક અને સર્વગ્રાહી બનાવવામાં આવી છે.

આ કાયદાને કારણે આગામી દિવસોમાં લેવાનાર ગુજરાત જાહેર પરીક્ષાઓ ખૂબ જ પારદર્શક રીતે તથા કોઇ૫ણ પ્રકારની ગેરરીતિ વિના લઇ શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીએ કહ્યુ કે, જુદીજુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં.અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે તેમાં કોઇ શંકા નથી.

- text