સોનુએ ભારે કરી ! 23 બોટલ દારૂ સાથે ઝડપાઇ ગઈ

- text


હળવદ પોલીસે મહિલા બુટલેગરના ઘેર દરોડો પાડ્યો

હળવદ : તમામ ક્ષેત્રે પુરુષ સમોવડી બનતી મહિલા હવે વિદેશી દારૂના ધંધામાં પણ બુટલેગરો સમોવડી બની હોવાનો કિસ્સો હળવદમાં સામે આવ્યો છે, હળવદ પોલીસે પંચમુખી ઢોરો તરીકે ઓળખાતા વિસ્તારમાં છાપો મારી સોનુ નામની મહિલાના રહેણાંકમાંથી વિદેશી દારૂની 23 બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને બાતમી મળી હતી કે શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતી સલમાબેન ઉર્ફે સોનુ આસિફભાઈ મીર નામની મહિલા વિદેશી દારૂનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે સલમાબેન ઉર્ફે સોનુના ઘેર દરોડો પાડતા ઘરમાંથી ઓલસીઝન વ્હીસ્કીની 9 બોટલ કિંમત રૂપિયા 2880 અને મેકડોવેલ નંબર વનની 14 બોટલ કિંમત રૂપિયા 4480 સહિત કુલ રૂપિયા 7360નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text