આજે ટંકારામાં નીકળશે વિશાળ ઋષિયાત્રા, બોધોત્સવ પર્વનું સમાપન

- text


ટંકારા : મહાશિવરાત્રીના પાવન પર્વે ટંકારામાં વર્ષોથી બોધોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 16 ફેબુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે મહાશિવરાત્રિના દિવસે બોધોત્સવ પર્વનો અંતિમ દિવસે વિશાળ ઋષિ યાત્રા ટંકારા નગરમાં ફરશે.

ટંકારામાં દર વર્ષે મહાશિવરાત્રિએ આર્યસમાજ સંસ્થા અને ગુરૂકુલ દ્વારા દયાનંદ સરસ્વતીને આ દિવસે બોધ પ્રાપ્ત થયાનું માનીને જ્ઞાન રાત્રી તરીકે આર્યવિચારકો ૠષિ બોધોત્સવદિન ઉજવે છે. સતત ત્રણ દિવસ ઉજવાતા ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી વૈદિકધર્મને માનનારા આર્યસમાજીઓ ટંકારા ખાતે ઉમટી પડે છે અને દયાનંદજીની પવિત્ર જન્મભૂમિમાં પધારી ધન્યતા અનુભવે છે. ગઈ કાલે યજ્ઞ, સંસ્થાની પ્રવૃતિ અને વેદપ્રકાશ, ઉપનિષદ અને આર્યપંડિતોના ઉપદેશ પ્રવચન ઉપરાંત અનેક વૈદિકસંસ્કૃતિ સાથે જોડાયેલા તમામ કાર્યક્રમો યોજાયા હતા. આજે મહાશિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજ લહેરાવી ભવ્ય સરઘસ મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટથી નિકળી શહેરભરના રાજમાર્ગ ઉપર ફરીને આર્યપ્રવૃતિનો પ્રચાર પ્રસાર કરશે. સાંજે અંગ કસરત, પ્રવચનો અને સંસ્થાની આગામી રણનીતિ વિશે વાત કરાશે. રાત્રે શાંતિ સભા યોજી કાર્યક્રમ પૂર્ણ થશે.

- text

 

- text