હરબટીયાળીની શાળામાં મહાશિવરાત્રી નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળીની શાળામાં મહાશિવરાત્રી નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ભક્તિસભર કાર્યક્રમોનો શાળાના બાળકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

હરબટીયાળી ગામની પ્રાથમિક શાળામાં દરેક તહેવાર પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખીને જ ઉજવવામાં આવે છે.ત્યારે મહાશિવરાત્રીને અનુલક્ષીને બાળકો શિવ મહાત્મ્યથી પરિચિત થાય ઉપરાંત ઓમકાર મંત્ર, મહામૃત્યુંજય મંત્રની સાથે સાથે યોગનુ મહત્વ જાણે તે માટે ગીતાબેન સાંચલા દ્વારા ત્રિવિધ કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેમાં બાળકો દ્વારા ૐની પ્રતિકૃતિ, શિવ મહિમા તાળી યોગ દ્વારા તેમજ પર્યાવરણની વેસ્ટ વસ્તુમાંથી મહા શિવલિંગ બનાવી બાળકો દ્વારા મહામૃત્યુંજય શ્લોકનો 11 વાર જાપ કરાવી સાથે સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.

- text

- text