પીપળીયા ચાર રસ્તા નજીક વિદેશી દારૂની 55 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીકથી માળીયા પોલીસે વિદેશી દારૂની 55 બોટલ સાથે યુવાનને ઝડપી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલી આઇમાતા રાજસ્થાની હોટલ પાછળથી માળીયા પોલીસે બાતમીને આધારે લીંબડીના કર્મચારી નગરમાં રહેતા પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા નામના યુવાનને રૂપિયા 24,500ની કિંમતની વિદેશી દારૂની 55 બોટલ અને એક આઈફોન મોબાઈલ કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text