મોરબી જિલ્લામાં મેરિટ સ્કોરલરશિપ પરિક્ષામાં 163 વિધાર્થીઓ ગેરહાજર

- text


જિલ્લાના 12 કેન્દ્રોમાં લેવાયેલી મેરિટ સ્કોરલરશિપ પરિક્ષામાં કુલ 3298માંથી 3135 વિધાર્થીઓ હાજર રહ્યા 

મોરબી : મોરબી જિલ્લામાં આજે લેવાયેલી મેરિટ સ્કોરલરશિપ પરિક્ષામાં 163 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે જિલ્લાના 12 કેન્દ્રોમાં લેવાયેલી મેરિટ સ્કોરલરશિપ પરિક્ષામાં કુલ 3298 માંથી 3135 વિધાર્થીઓ હાજર રહ્યા હતા

- text

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે મોરબી જિલ્લાના સદભાવના વિદ્યાલય-હળવદ, મંગલમ વિદ્યાલય-હળવદ, તક્ષશિલા વિદ્યાલય-હળવદ, વિનય વિદ્યામંદિર પીપળીયા, ધી. વી.સી.ટેક. હાઈસ્કૂલ-મોરબી, સ.વ.પ.કન્યા વિદ્યાલય-મોરબી, ડી.જે.પટેલ વિદ્યાલય-મોરબી, ઓરપેટ વિદ્યાલય-ટંકારા, અમરસિંહજી હાઈસ્કૂલ-વાંકાનેર, મ્યુની.ગર્લ્સ હાઈસ્કૂલ-વાંકાનેર, કે.કે.શાહ માધ્યમિક શાળા-વાંકાનેર, એલ.કે.સંઘવી હાઈસ્કૂલ-વાંકાનેર ખાતે નેશનલ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 3298 વિધાર્થીઓમાંથી ગુજરાતી મીડીયમની 3295માંથી 3130 અને ઈંગ્લીશ મડિયમની પાંચે પાંચ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. માત્ર ગુજરાતી મીડીયમની પરીક્ષામાં 163 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text