ટંકારાની ઓરપેટ વિદ્યાલયમાં કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

- text


 

ટંકારા : ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી છાત્રોનું હિમોગ્લોબીન ચેકીંગ કેમ્પ તથા સ્ત્રીઓમાં થતા કેન્સર તેના લક્ષણો અને તપાસ તથા સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજકોટ મોરબી રોડ ઉપર મામલતદાર કચેરી ટંકારા પાછળ આવેલ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે કુંડારીયા ફાઉન્ડેશનના સહયોગથી બ્લડ ટેસ્ટિંગ ઉપરાંત જટિલ રોગો જેવાકે કેન્સર સહિતની બિમારી અંગે વિસ્તૃત માહિતી ડો.રાધિકાબેન જાવિયા દ્વારા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલે સ્ત્રીઓ મા કેન્સર પુર્વે રસી ઉપરાંત લક્ષણો જોવા મળે કે રીપોર્ટ કરી તાકીદની સારવાર દર્દ ને ડામવામા અકસીર ભુમિકા ભજવી રહો છે જે સસકત સમાજ અને આવનાર પેઢી માટે જાણવું જરૂરી હોય ખુબ ઉપયોગી માહિતી જનજન ધરધર સુધી પહોંચતી કરવા પ્રયાસ કર્યો હતો.

આ વેળાએ કુંડારિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કિશોરભાઈ કુંડારીયા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી એરવાડિયા ફાઉન્ડેશન ડોક્ટરની ટીમ તથા સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ ઝલારિયા, ઉપપ્રમુખ પંચાલભાઈ ભુત , ટ્રસ્ટના હિરાભાઈ ફેફર સહિતના ટ્રસ્ટીશ્રીઓ શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી સર્વે શિક્ષણગણો સ્ટાફ મિત્રો અને વિધાથી છાત્રો જોડાયા હતા.

- text

- text