હળવદમાં પીટીસી કરતી મોરબી પંથકની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ

- text


 

પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી સગીરાને ભગાડી જનાર શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી

હળવદ : હળવદની એક ખાનગી કોલેજમાં પીટીસીનો અભ્યાસ કરતી મૂળ મોરબી પંથકની સગીરાને જામનગર જિલ્લાના શખ્સે લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ છે. હાલ સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી સગીરાને ભગાડી જનાર શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ હળવદ પંથકમાં રહીને હળવદની એક ખાનગી કોલેજમાં પીટીસીનો અભ્યાસ કરતી મોરબી પંથકની સગીરાને મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામના વતનીએ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા ચંદ્રેશભાઈ વાલજીભાઈ પરમારએ ગત તા.9ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેણીના પિતાએ આ બનાવ અંગે હાલ હળવદ પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી ચંદ્રેશભાઈ વાલજીભાઈ પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સગીરાને અગાઉ એક પ્રસંગમાં આરોપી સાથે પરિચય થયા બાદ પ્રેમસબંધ બંધાતા આરોપીએ લગ્ન કરવાનું કહીને સગીરાને તેના ગામ બોલાવી હતી અને સગીરા ત્યાં ગયા બાદ કોઈ બાબતે વાંધો પડતા પરત પોતાના ઘરે આવીને પિતાને જાણ કરતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી.

- text