હળવદ પંથકમાં પશુઓ ચોરતી ગેંગ સક્રિય

- text


હળવદના દિઘડિયા ગામે પશુ ચોર ગેંગ ત્રાટક્યાં બાદ માલધારીઓ જાગી જતા ચોરો મુઠીઓ વાળીને ભાગ્યા

હળવદ : હળવદ પંથકમાં પશુ ચોર ગેંગ સક્રિય થઈ હોવાના એંધાણ વર્તાયા છે. જેમાં હળવદ તાલુકાના દીધડીયા ગામે માલધારીના વાડામાં ગતરાત્રે એક પશુ ચોર ગેંગ ત્રાટકી હતી. જો કે માલધારી જાગી જતા ચોરો મુઠીઓ વાળીને ભાગ્યા હતા અને પશુની ચોરીનો બનાવ અટક્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પંથકમાં માલધારીઓના વાડામાં રહેલા પશુઓ ચોરતી એક ટોળકી સક્રિય થઈ હોવાના સગડ મળ્યા છે. જેમાં હળવદ તાલુકાના દીધડીયા ગામે માલધારીના વાડામાં ગત મોડી રાત્રે એક બોલેરો કારમાં અમુક શખ્સો ઘેટાં બકરા ચોરવા માટે ત્રાટકયા હતા અને અમુક શખ્સોએ ગામના એક માલધારીના રોડ ઉપર વાડામાં બાંધેલા ઘેટાં બકરા ચોરવા માટે પથ્થરો નાખી હિલચાલ કરી હતી. આ ચોરો માલધારીના વાડામાં ઘેટાં બકરા ચોરે તે પહેલાં જ સદનસીબે માલધારી જાગી જતા તેણે હાકલા પકડારા કરતા પશુ ચોરો ભાગી છૂટ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં પશુ ચોર ટોળકી અગાઉ પણ સક્રિય થઈ હતી અને હવે ફરી ત્રાટકી છે. જો કે માલધારીની સતર્કતાને કારણે પશુ ચોરીનો બનાવ અટક્યો છે. પણ હવે ફરી પશુ ચોરો કામિયાબ ન થાય તે માટે પોલીસ આવા વિસ્તારમાં સઘન કોમ્બિગ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે.

- text