ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયા

- text


મોરબીઃ ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ પર આવેલા ભગવતી પાર્ક સોસાયટીમાં ચાલતા સિવણ ક્લાસમાં બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદ બહેનો આ સિવણ ક્લાસમાં શીખીને આજીવિકા કમાઈ શકે તે માટે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ સમિતિના ચેરમેન દેવકરનભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરીયા અને વિનુભાઈ ભટ્ટના હસ્તે સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સિવણ કેન્દ્રના સંચાલક હેતલબેન ભટ્ટે કર્યું હતું. હાજર તમામ બહેનોએ સારો પ્રતિસાદ આપી અન્યોને પણ ઉપયોગી થવાની ભાવના વ્યક્ત કરી હતી.

- text

- text