ઓરેવા અજંતાની મુશ્કેલી વધી : ઝૂલતા પુલ દુર્ઘટના પીડિતોએ ગ્રાહક ફોરમમાં વળતરનો દાવો માંડયો

- text


ગ્રાહક ફોરમમાં વળતરના દાવામાં રાહત મેળવવા અજંતા-ઓરેવાએ કરેલી માંગને હાઈકોર્ટે ફગાવી દીધી

મોરબી : મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નાના બાળકો સહિત 135 નિર્દોષ લોકોના અકાળે મૃત્યુના કેસમાં હાઈકોર્ટની ચીફ્ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં પુલની દેખભાળ રાખનાર અજંતા મેનુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડે ( ઓરેવા ગૃપ)એ પીડિતોને બે વાર વળતર ચુકવવુ ન પડે તે માટે રાહત મેળવવા કરેલી માગને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે કંપનીને નિર્દેશ આપ્યો છે કે, આ મુદ્દે સંબંધિત ફોરમ સમક્ષ રજૂઆત કરો. આ બાબતમાં હાઈકોર્ટ કોઈ રાહત આપશે નહીં. જો સંબંધિત ફોરમ વળતર મુદ્દેની બાબતમાં સ્વીકાર કરે નહીં તો હાઈકોર્ટમાં અરજી કરી શકો છો.

સંદેશ અખબારના રિપોર્ટ મુજબ ઓરેવા ગૃપની રજૂઆત હતી કે કંપની મૃતકોને વળતર આપવાથી ભાગતી નથી. જો કે, 11થી 12 જેટલા પિડીતોએ વળતર માટે નેશનલ કન્ઝયુમર ફોરમ સમક્ષ દાવો કરેલો છે. જેથી જો નેશનલ કન્ઝયુમર ફોરમ વળતર માટે રુ, 30 લાખ ચુકવવાનો હુકમ કરે અને કંપની પહેલાથી જ રુ. 20 લાખ વળતર આપવા તૈયાર થઈ હોય તો, આ સ્થિતિમાં કંપનીએ જે વળતર ચુકવ્યું છે, તે બાદ મળવુ જોઈએ. કંપની વળતર મુદ્દે સોગંદનામુ કરવાની જ છે. આ સ્થિતિમાં વળતર સંદર્ભે યોગ્ય નિર્દેશ આપે. ભૂતકાળમાં કંપનીએ વળતરના ઓઠા હેઠળ કેસમાંથી બચવા માટે હાઈકોર્ટમાં પ્રસ્તાવ મુક્લો છે કે, આ દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોના ઉછેર, ભણવાનો, રહેવાનો તમામ ખર્ચ કંપની ઉઠાવવા તૈયાર છે.

- text

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોના પરિવારને તથા ઘાયલો અને અપંગ થયેલા લોકોને પણ કાયદા મુજબ વળતર ચુકવવા તૈયાર છીએ. આ ઉપરાંત, દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને બાદમાં સારા થયેલા લોકોને તેમની સારવારનો તમામ ખર્ચ ચુકવીશું. હાઈકોર્ટે કંપનીના આ પ્રસ્તાવને સ્વીકારતા સ્પષ્ટપણે કહ્યું હતુ કે, તમે તમારી ઈચ્છાથી વળતર ચુકવવાનો પ્રસ્તાવ મુકો છો અને વળતર ચુકવો તો તેનો અર્થ એ જરાપણ નથી કે તમારી સામે સરકાર કે અન્ય ઓથોરિટી દ્વારા જે પણ પગલા લેવાશે તેમાં આ બાબત ક્યાંય પણ લાભકર્તા રહેશે નહીં.

 

- text